એપલના સૌથી આધુનિક ફીચર્સવાળા સ્માર્ટફોન આઈફોન-5ને બુધવાર, ૧૨ સપ્ટેંબરે
અમેરિકાના કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કરવામાં આવ્યો. એપલના
સીઈઓ ટીમ કૂકે પત્રકાર પરિષદમાં અને તે સાથે જ વિશ્વ સમક્ષ આ નેક્સ્ટ
જનરેશન ફોન પેશ કર્યો. આ ફોન સંપૂર્ણપણે કાચ અને એલ્યુમિનિયમથી બનાવેલો
હોવાથી આગલા વર્ઝનના ફોનની સરખામણીમાં વજનમાં ખૂબ હલકો છે અને કદમાં પાતળો
છે. આઈફોન-4 કરતા વજનમાં આ ૨૦ ટકા વધારે હલકો છે.
આઈફોન-5 બે રંગમાં ઉપલબ્ધ છે -
કાળો અને સફેદ. આ ફોન ૨૧ સપ્ટેંબરથી માર્કેટમાં મળશે. ૧૪ સપ્ટેંબરથી બુકિંગ
શરૂ કરાશે. વર્ષના અંત સુધીમાં આઈફોન-5 ૧૦૦ દેશોમાં રિલીઝ કરાશે.
આઈફોન-5ની બેટરી 3G ટોકટાઈમ અને બ્રાઉઝિંગ દરમિયાન ૮ કલાક સુધી ચાલશે,
વાઈ-ફાઈ બ્રાઉઝિંગ અને વીડિયો વોચિંગ માટે ૧૦ કલાક, મ્યુઝિક સાંભળવા માટે
૪૦ કલાક સુધી ચાલશે જ્યારે ૨૨૫ કલાક સ્ટેન્ડબાય છે.
મ્યૂઝીક બેન્ડ ફૂ ફાઈટર્સના એક
કલાકારને નવા આઈફોન-5ને નિહાળતા જુએ છે સીઈઓ ટીમ કૂક. એમણે દાવો કર્યો છે
કે આઈફોન શ્રેણીના ફોનમાં આઈફોન-5 સૌથી દમદાર છે.
આઈફોન-5 સંપૂર્ણપણે કાચ અને
એલ્યુમિનિયમથી બનાવેલો હોવાથી આગલા વર્ઝનના ફોનની સરખામણીમાં વજનમાં ખૂબ
હલકો છે અને કદમાં પાતળો છે. આઈફોન-4 કરતા વજનમાં આ ૨૦ ટકા વધારે હલકો છે.
સીઈઓ ટી કૂક, એપલના સિનિયર
વાઈસ-પ્રેસિડન્ટ (ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન) જોનાથન આઈવ એક મહેમાનને નવા લોન્ચ
કરાયેલા આઈફોન-5ને નિહાળતા જોઈ રહ્યા છે.
એપલનો નવો આઈપોડ ટચ.
એક ફોટોગ્રાફર એપલે લોન્ચ કરેલા નવા આઈપોડ નેનોના મોડેલ્સની તસવીરો ખેંચે છે.
એપલના વાઈસ પ્રેસિડન્ટ (આઈપોડ અને
આઈફોન પ્રોડક્ટ માર્કેટિંગ) ગ્રેગ જોઝવેક નવા લોન્ચ કરેલા એપલના
'ઈયરપોડ્સ' નામના નવા ઈયરફોન્સની વિશેષતાઓ જણાવે છે.
Apple's CEO Tim Cook presents
the new iPod Nano on September 12, 2012 in SanFrancisco, California.
Apple on Wednesday introduced its new iPhone 5 -- a lighter, thinner and
more powerful version of its iconic mobile device, staking its claim to
leadership in the red-hot smartphone market. Cook called the launch
"the biggest thing to happen to iPhone since the iPhone." AFP
PHOTO/GLENN CHAPMAN
અમેરિકાના જાણીતા મ્યૂઝીક બેન્ડ,
ફૂ ફાઈટર્સના સંગીતજ્ઞો યેર્બા બ્યૂના સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે આઈફોન-5ના
લોન્ચ પ્રસંગે પરફોર્મ કરે છે.
Source : Chitralekha.com
Comments