Samsung Galaxy 3 Lanuch in India : Price 43,180


 સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે પોતાનો ફ્લેગશીપ સ્મારફોન ગેલેક્સ એસ3 ભારતીય માર્કેટમાં લોંચ કર્યો છે અને એની રિટેલ પ્રાઇસ 43,180 રૂપિયા રાખવામાં આવી છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં આ ફોન લોંચ કરતી વખતે કંપનીએ જાહેર કર્યું હતું કે આ ફોન 1લી મેથી એક્સક્લુઝિવ સેમસંગ સ્માર્ટફોન કાફે તથા સેમસંગ પ્લાઝા આઉટલેટ્સમાં અને 4થી જૂનથી બધી જ ડીલર આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે.
આ ફોનની સાથે કંપની વોડા ફોનના સબસ્ક્રાઇબરોને કંપની એક ફ્રી બન્ડલ્ડ ડેટા પ્લાન ઓફર કરશે, જેમાં બે મહીના માટે પ્રતિ માસ 3 જીબી ડેટા આપવામાં આવશે.
સેમસંગના એક અધિકારીએ કહ્યું હતું કે કંપનીને આ ફોન માટેના 1,000 થી વધુ પ્રિ-બૂકીંગ્સ મળ્યા છે. પ્રિબૂકીંગ માટે કસ્ટમરોએ 2,000 રૂપિયા ભરવાના હોય છે અને એ રકમ નોન રિફન્ડેબલ હોય છે.

Comments