સેમસંગ ગેલેક્સી S 3 ભારતમાં વેચશે રૂ. ૩૮,૦૦૦માં

મુંબઈ – ભારે રાહ જોવડાવ્યા બાદ સેમસંગે અંતે તેના સેમસંગ ગેલેક્સી S-III સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવી લીધો છે. ભારતમાં તે આ હેન્ડસેટ રૂ. ૩૮,૦૦૦માં વેચશે.

આ હેન્ડસેટ કંપનીના જોરદાર સફળતા હાંસલ કરનાર ગેલેક્સી S-II નો અનુગામી છે. કંપનીએ નવા ફોનના ફિચર્સની જાહેરાત પણ કરી છે.
http://www.chitralekha.com/rina/wordpress2011/wp-content/uploads/2012/05/04-05-SAM.jpg



સેમસંગનો દાવો છે કે નવો ફોન યુઝરનો અવાજ પારખે છે, તેના ઈરાદાને સમજી પણ શકે છે.
સેમસંગે તેનો આ ફોન લંડનમાં ગુરુવારે લોન્ચ કર્યો છે. આ ફોનમાં છે ૧.૪ ગીગાહર્ટ્ઝના પાવરવાળું ક્વેડ કોર પ્રોસેસર એક્સીનોસ.

હવે આ ફોન ભારતમાં જૂનના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરાય એવી ધારણા છે.
આ ફોનમાં અનેક ખૂબીઓ છે જેમ કે, 720પી, આઈજીબી રેમ, 16/23 જીબી સ્ટોરેજ સાથે, ૪.૮ ઈંચનો સુપર ઈમોલ્ડ સ્ક્રીન, માઈક્રો એસડી કાર્ડ, 8 એમપી કેમેરા બર્સ્ટ મોડ, ઝીરો શટર લેગ, બેકલિટ સેન્સર, 2100 એમએચ બેટરી, વાઈફાઈ, 3-જી અને બ્લૂ ટૂથ છે.

ફોનની પહોળાઈ ૮.૬ એમએમ છે તો વજન ૧૩૩ ગ્રામ છે.
નવા ફોનની સૌથી મોટી વિશેષતા છે યુઝરની આઈ મૂવમેન્ટને ટ્રેક કરવાની તેની ક્ષમતા. સેમસંગે આને સ્માર્ટસ્ટે નામ આપ્યું છે. આ ફોનમાં એસ વોઈસ પણ છે જેનાથી વોઈસ કમાન્ડની મદદથી યૂઝર્સ અનેક કામ કરી શકશે.

સેમસંગે તેના ગેલેક્સી સિરીઝના હેન્ડસેટ ૨૦૧૦માં વેચવાનું શરૂ કરેલું. હાલ તે એન્ડ્રોઈડ ફોન બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપની છે. તેણે ગેલેક્સી S II ના બે કરોડ ફોન વેચ્યા છે.
એપલના આઈફોનને ટક્કર આપવા માટે સેમસંગે ગેલેક્સી સિરીઝના ફોન માર્કેટમાં મૂક્યા છે.

Comments