Facebook launches own smartphone in 2013

ન્યૂ યોર્ક – પોતાનો એપ સ્ટોર શરૂ કરવાની ફેસબુકે જાહેરાત કરી છે ત્યારથી એવી અટકળો વહેતી થઈ છે કે આ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ કંપનીએ ડેવેલપ કરેલા ઓપરેટિંગ સોફ્ટવેર પર કાર્યરત તેનો પોતાનો ફોન ટૂંક સમયમાં જ લોન્ચ કરશે.




ન્યૂ યોર્ક ટાઈમ્સનો તો અહેવાલ છે કે ફેસબુક આવતા વર્ષે તેનો પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરે એવી શક્યતા છે.
એવું પણ કહેવાય છે કે કંપનીએ એપલમાં આઈફોન અને આઈપેડ માટે કામ કરનાર સોફ્ટવેર તથા હાર્ડવેરના અડધો ડઝન જેટલા ભૂતપૂર્વ એન્જિનિયરોને પોતાને ત્યાં રોક્યા છે.
ફેસબુકના સ્માર્ટફોનના સમાચાર જો સાચા હોય તો આ વેબસાઈટ માટે આવકના વધુ સ્રોતો ઉત્પન્ન કરવાની દિશામાં એક મહત્વનું કદમ ગણાશે. ફેસબુકના યુઝર્સ સાઈટ પર લોગ-ઈન કરવા માટે મોબાઈલ ફોનનો વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે.

Comments