Microsoft Launch New Bluetooth Keyboard

 નવી દિલ્હી - માઈક્રોસોફ્ટે ભારતની માર્કેટ માટે તેનું નવું 'બ્લુટૂથ મોબાઈલ કીબોર્ડ 5000' લોન્ચ કર્યું છે. રૂ. ૩,૩૫૦ની કિંમતનું આ કીબોર્ડ ટેબલેટ્સ તથા પીસી, બંને માટે કમ્પેટિબલ છે. આમ હોવા છતાં તે કદમાં એટલું નાનકડું છે કે બેગમાં આસાનીથી મૂકી શકાય.
આ કીબોર્ડ લાંબા વાયરો, ડોક્સ તથા ટ્રાન્સ-રિસીવર્સથી છૂટકારો અપાવે છે, કારણ કે તે બ્લુટૂથ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે.
આ કીબોર્ડ માઈક્રોસોફ્ટ વિન્ડોઝ, આઈપેડ, આઈપેડ2 અને ઘણા એન્ડ્રોઈડ ડિવાઈસીસ સાથે સરખું જ કામ આપે છે. આમ, ભારતમાં લોન્ચ કરાયેલું આ સૌપ્રથમ મલ્ટી-પ્લેટફૉર્મ બ્લુટૂથ કીબોર્ડ છે.

Comments