સાન ફ્રાન્સિસ્કો – અમેરિકી કંપની એપલે ટેબલેટ્સથી ભરપૂર માર્કેટમાં પોતાનું નવું આઈપેડ રજૂ કર્યું છે.
કંપનીના સીઈઓ ટીમ કૂકે ગુરુવારે લોન્ચ કર્યું નવું એપલ ટેલિવિઝન. આઈપેડનું આ એક નવું મોડેલ છે. તેની વિશેષતાઓમાં સુસ્પષ્ટ સ્ક્રીન અને વધારે ઝડપી પ્રોસેસર છે.
આઈપેડ-3નું વેચાણ ૧૬ માર્ચથી શરૂ કરવામાં આવશે.
નવા આઈપેડમાં રેટીના ડિસ્પલે છે. આઈપેડ-2 કરતા કદમાં તે થોડુંક મોટું છે.
અગાઉના મોડેલની સરખામણીમાં આ નવા મોડેલની કિંમતમાં ખાસ ફરક નથી. તેની કિંમત ૪૯૯ ડોલરથી શરૂ થશે. મોબાઈલ નેટવર્ક સાથે સંપર્ક રાખનાર મોડેલની કિંમત ૬૨૯ ડોલરથી ૮૨૯ ડોલર વચ્ચેની રહેશે.
નવા આઈપેડમાં સ્ક્રીન રીઝોલ્યૂશન 2048 બાય 1536 પિક્સેલનું છે જે કોઈ પણ એચડી ટીવી કરતા ૧૦૦૦ ગણું વધારે કહેવાય.
આ નવું આઈપેડ લોન્ચ કરીને એપલે સેમસંગ તથા અન્ય ટેબ્લેટ મેકર્સને જોરદાર ટક્કર આપી છે. આ હરીફાઈમાં ટકી રહેવાનું બીજાંઓને માટે ભારે કઠિન બની રહેશે.
એપલના આ નવા આઈપેડમાં વધારે શક્તિશાળી પ્રોસેસર છે અને A5X ચિપ છે – હાયર લેવલના ગ્રાફિક્સ માટે. તેમાં પાંચ મેગાપિક્સેલનો કેમેરા છે.
એક અહેવાલ મુજબ 4-જી સુવિધાવાળા આ આઈપેડની બેટરી લાઈફ ૧૦ કલાકની છે. જો કે 4-જી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી બેકઅપ થોડીક ઓછી થઈ જશે. વળી, 4-જી મોડેલ્સની કિંમત ૧૩૦ ડોલર એકસ્ટ્રા હશે.
એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે ૨૦૧૦માં સૌપ્રથમ આઈપેડ લોન્ચ કર્યું હતું. તેને વ્યાપક આવકાર મળ્યો હતો.
એપલ ત્યારથી આજ સુધીમાં પાંચ કરોડ આઈપેડ વેચી ચૂકી છે.
હાલ આઈપેડની હરીફાઈ સૌથી વધારે ગૂગલના એન્ડ્રોઈડ સોફ્ટવેર યુક્ત સેમસંગ અને મોટોરોલાના ટેબલેટ સાથે છે.
Comments