એપલનું નવું આઈપેડ ભારતમાં ઉપલબ્ધ છે રૂ. ૩૬,૭૯૯ માં




મુંબઈ – એપલ કંપનીએ ગઈ ૭ માર્ચે અમેરિકામાં લોન્ચ કરેલું નવું આઈપેડ ભારતમાં હવે રૂ. ૩૬,૭૯૯માં ઉપલબ્ધ થશે. ટ્રેડસ ડોટ ઈન નામના ભારતીય ઓનલાઈન રીટેલરે નવા આઈપેડ 16 જીબી, વાઈફાઈ મોડેલની કિંમત રૂ. ૩૬,૭૯૯ દર્શાવી છે. તેણે આ રકમ રૂ. ૩૧૯૧ના ડિસ્કાઉન્ટ બાદની દર્શાવી છે. તેથી એવું ધારી શકાય કે નવા આઈપેડની સત્તાવાર કિંમત રૂ. ૩૯,૯૯૦ જેટલી હશે.
નવા આઈપેડમાં રેટીના ડિસ્પ્લે છે અને તેની આગલી આવૃત્તિ કરતા વધારે સારું હાર્ડવેર છે. એપલે નવું આઈપેડ લોન્ચ કર્યાના પહેલા ત્રણ દિવસમાં જ જુદા જુદા ૧૧ દેશોમાં તેના લગભગ ત્રીસ લાખ યુનિટ્સ વેચ્યા છે.
નવા આઈપેડમાં ૯.૭ ઈંચનું ટચસ્ક્રીન છે. તે આગલા આઈપેડ કરતા કદમાં થોડુંક પાતળું અને વજનમાં સહેજ ભારે છે.
એપલે આઈપેડ-2ને ભારતમાં રૂ. ૨૯,૫૦૦ની કિંમતમાં લોન્ચ કર્યું હતું.

Follow Facebook : https://www.facebook.com/mysuratit 

Comments