વોડાફોનના ગ્રાહકોને મળશે વર્લ્ડસ્પેસ રેડિયોની મજા




મુંબઈ – ભારતમાં અગ્રગણ્ય ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઈડર્સમાં ગણાતી વોડાફોન ઈન્ડિયા કંપનીએ દેશમાં ૧૮ સર્કલ્સમાં વર્લ્ડસ્પેસ રેડિયો લોન્ચ કર્યું છે. આને લીધે વોડાફોનના ગ્રાહકોને તેમના મોબાઈલ હેન્ડસેટ્સ પર જુદી જુદી ૧૦ ચેનલોમાંથી એક લાખ જેટલા ગીતો સાંભળી શકશે.
વોડાફોનના ગ્રાહકો આ સર્વિસ દ્વારા જૂની હિન્દી ફિલ્મોના ગીતો, પ્રાદેશિક લોકગીતો, ગઝલો સહિત વિવિધ પ્રકારના સંગીતની ચોવીસે કલાક મજા માણી શકશે.

Comments