4-Gની રેસમાં એરટેલ નીકળી જશે બધાયથી આગળ

નવી દિલ્હી – ભારતી એરટેલ ૨૦ માર્ચથી કોલકાતામાં તેની 4-G સેવાનો આરંભ કરે એવી ધારણા છે. તેમ કરીને આ કંપની દેશમાં નેક્સ્ટ જનરેશન ટેલિકોમ સેવાઓ પૂરી પાડવામાં તેની હરીફોથી આગળ નીકળી જશે.
દેશ ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે મહારાષ્ટ્ર સર્કલમાં તેનું 4-G નેટવર્ક ઓપરેટ કરવા અગાઉ નોકીઆ સિમેન્સ નેટવર્ક્સને નિયુક્ત કરી હતી. તેમ છતાં કોલકાતા સર્કલમાં તેની વેન્ડોર કોણ હશે તે હજી જાણવા મળ્યું નથી.
કોલકાતામાં સર્વિસ લોન્ચ કરશે તો એરટેલ દેશમાં 4-G સેવા શરૂ કરનાર પ્રથમ કંપની બનશે. કંપનીએ કોલકાતા, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટક, એમ ચાર સર્કલમાં હાઈ-સ્પીડ વાયરલેસ બ્રોડબેન્ડ સેવા (બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ સ્પેક્ટ્રમ) માટે સ્પેક્ટ્રમ હાંસલ કર્યા છે. તે માટે કંપનીએ ૨૦૧૦માં રૂ. ૩,૩૧૪.૩૬ કરોડ ચૂકવ્યા હતા.
તે જ લિલામ વખતે રિલાયન્સ ઈન્ફોટેલે રૂ. ૧૨,૮૪૭ કરોડમાં સ્પેક્ટ્રમ હાંસલ કર્યા હતા. જો કે તેણે પોતાની સર્વિસ અંગેના પ્લાનની જાહેરાત કરી નથી.
ક્વાલકોમ, ટીકોના, એરસેલ અને ઓગેર કંપનીઓએ પણ 4-G માટે સ્પેક્ટ્રમ હાંસલ કર્યા છે.
જાહેર ક્ષેત્રમાં, બીએસએનએલ અને એમટીએનએલ કંપનીઓને તેમના સંબંધિત સર્કલમાં સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે.

- By Chitralekha 

Comments