આઇપેડ ના રસીયા ઓને જલસા | ફક્ત 15000 રૂપિયામાં મળી રહ્યું છે એપ્પલનું આઇપેડ


 
એપ્પલના આઇપેડ ખરીદવા ઇચ્છતા લોકો માટે રાહતના સમાચાર આવી ગયા છે. એપ્પલ આઇપેડ 3ના ધમાકેદાર લોન્ચિંગ પછી હવે આઇપેડ 2ની ધૂમ બજારમાં વધારવામાં લાગી છે. તમને જાણીને હેરાની થશે કે એપ્પલના આઇપેડ ફક્ત 15,000 રૂપિયામાં બજારમાં વેચાઇ રહ્યા છે. ત્યારે તેની માંગમાં પણ જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.

એપ્પલે આઇપેડ 2ને 2010માં લોન્ચ કર્યો હતો, ત્યારબાદ સમગ્ર દુનિયામાં તેને ઘણો પસંદ કરાયો હતો. ભારત સિવાય યુરોપ અને યુએસમાં પણ આઇપેડની માગ અન્ય દેશોની સરખામણીમાં વધુ રહે છે.

એપ્પલ આઇપેડ 1 અને 2માં કેટલાક બદલાવ કરીને તેમને ફરી વેચી રહી છે, જો તમે પણ એપ્પલના આઇપેડ ખરીદવા માગતા હો તો કંપનીની વેબસાઇટ પર જઇને પોતાની પસંદનુ મોડલ પસંદ કરી શકો છો.



-By DB

Comments