મુંબઈ – ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલ) એન્ડ્રોઈડ 2.3 ઓપરેટિંગ સિસ્ટમ સહિત સાત ઈંચના રેઝિસ્ટીવ સ્ક્રીનવાળા બે ટેબલેટ સહિત ત્રણ ટેબલેટ લોન્ચ કર્યા છે. તેમની કિંમત અનુક્રમે છે રૂ.૩,૨૫૦, રૂ. ૧૦,૯૯૯ અને રૂ. ૧૩,૫૦૦.
ત્રીજું ટેબલેટ ૮ ઈંચ કેપેસિટીવ ટચસ્ક્રીનવાળું છે.
સૌથી સસ્તું મોડેલ છે પેન્ટા ટી-પેડ.
આ ટેબલેટ્સનું ઉત્પાદન ઉ.પ્ર.ના નોઈડાની પેન્ટેલ કંપનીએ કર્યું છે. તે બીએસએનએલના ડિસ્કાઉન્ટવાળા ડેટા પ્લાન સાથે ઉપલબ્ધ છે.
બીએસએનએલે ડેટાવિન્ડ કંપનીના ‘આકાશ’ ટેબલેટ સામે હરીફાઈમાં પોતાના ટેબલેટ ઉતાર્યા છે. ‘આકાશ’ ટેબલેટ માત્ર અઢી હજાર રૂપિયામાં મળે છે.
પેન્ટા ટી-પેડ એન્ડ્રોઈડ 2.3 ઓપરેટિંગ સિસ્ટમ સાથે વાઈફાઈ ધરાવતું એકમાત્ર ટેબલેટ છે.
તેમાં ૧ GHz પ્રોસેસર અને 256 એમબી રેમ છે.
-By Chitralekha
Comments