નવી દિલ્હી – આજકાલ ભારત, ચીન અને આફ્રિકાના દેશોની ફોન માર્કેટમાં એન્ડ્રોઈડ ફોન વર્ચસ્વ જમાવી રહ્યા છે અને તેમાં વધારો જ થતો રહેવાનો છે.
માર્કેટ રિસર્ચ કંપની ઈન-સ્ટ્રેટના જણાવ્યા મુજબ, અમેરિકામાં પરિસ્થિતિ આના કરતાં જુદી છે. ત્યાં સર્વિસ પ્રોવાઈડર્સ તેમના આઈફોન માટે એપલ સાથે સહયોગ કરતા નથી અને વિકલ્પ તરીકે એન્ડ્રોઈડને પસંદ કરે છે.
અમેરિકાની માર્કેટમાં એન્ડ્રોઈડને જે સફળતા મળી છે તે અત્યાધુનિક અને મોંઘાદાટ સ્માર્ટફોનને કારણે છે.
ભારત જેવા દેશોમાં સસ્તા કે વાજબી ભાવના ડીવાઈસીસ લોકપ્રિય છે.
ઈન-સ્ટ્રેટનો દાવો છે કે ૨૦૧૫ સુધીમાં ભારતની ફોન માર્કેટમાં પણ એન્ડ્રોઈડ ૮૦ ટકા હિસ્સો કબજે કરી લેશે.
-By Chitralekha
Comments