આકાશનું અપગ્રેડેડ વર્ઝન આકાશ 2 એપ્રિલમાં થશે લૉન્ચ


 
વિશ્વના સૌથી સસ્તા ટેબલેટ 'આકાશ'નું અપગ્રેડેડ વર્ઝન વિદ્યાર્થીઓને નિશ્ચિત કીમતમાં જ મળી રહેશે, તેની કીમતમાં કોઇ વધારો કરવામાં નહીં આવ્યો હોવાનું કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું છે સાથે તેમણે એ પણ કહ્યું કે 'આકાશ 2' પહેલાની કીમતે જ આગામી એપ્રિલ મહિનામાં લૉન્ચ થશે. ઉલ્લેખનીય છે કે 'આકાશ'ની હાલની કીમત 2,276 છે અને તે વિદ્યાર્થીઓમાં સબસિડી બાદ 1,100 રૂપિયામાં વહેંચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં 500થી 600 'આકાશ' ટેબલેટ વહેંચવામાં આવ્યા હતા પણ ટેબલેટની બેટરી ઉતરી જવી અને ઓપરેટિંગમાં મુશ્કેલી સર્જાવી જેવી કેટલીક ફરિયાદો ઉઠવા પામી હતી.

સિંહાએ જણાવ્યું, "ત્યારપછી અમે આકાશના નવા વર્ઝન આકાશ 2 વિષે વિચાર્યું. તેનો બેટરી પાવર દોઢગણો વધુ રહેશે... જેથી તે બંધ નહીં થઇ જાય. પ્રોસેસર સ્પીડને 366 મેગાહર્ટ્સથી વધારીને 700થી 800 મેગાહર્ટ્સ સુધીની કરવામાં આવી છે."      

કપિલ સિબ્બલે જણાવ્યું આકાશ ટેબલેટ બનાવતી કંપની ડેટાવિન્ડ સરકારને તેનું એડવાન્સ વર્ઝન સપ્લાય કરશે. આ ટેબલેટનું અપગ્રેડેડ વર્ઝન તેની શરૂઆતની કીમતે જ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનશે તેવું મંત્રાલયના વરિષ્ઠ અધિકારી એન. કે. સિંહાએ જણાવ્યું હતું.

Aakash 2 Tablet Features and Configurations

 Aakash 2 tablet is changed its 366 MHZ processor to 700 MHZ , it willing to change the 256RAM to 1GB RAM where it will be more useful in the multitasking and browsing videos.


A New camera is also plan to place in the front side of the tablet. Lets welcome all the new Aakash 2 tablet by the April of 2012 with some more new features.

Comments

Anonymous said…
this is very gud but first time they told they will give in feb, then after they told it ll come in march n now they r saying it ll come in april.. finally it really come in april or after they ll say it will come in may..