FB પર ઝડપથી થશે શેરિંગઃ ફ્રિક્શનલેસ એપ્સ મળશે યુઝર્સને

 ઇન્ટરનેટ પર માહિતીના અસીમ ખજાના પર પ્રતિબંધ લગાવવાના અમેરિકન સરકારના સૂચિત કાયદાના વિરોધ વચ્ચે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે નવી એપ્લીકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફેસબુકનો દાવો છે કે નવી એપ્લીકેશનથી માહિતીઓનો ઢગલો થશે. અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં એક પત્રકાર પરિષદમાં ફેસબુકના પ્રોજેક્ટ મેનેજર કાર્લ જોગ્રીને 60 નવી ફ્રિક્શનલેસ એપ્સની જાહેરાત કરી જેના થકી ફેસબુક યુઝર્સ ટાઇમલાઇન્સ અને ટીકર સાથે માહિતીની ઝડપથી આપલે કરી શકશે.

- ફેસબુક દ્વારા નવી 60 એપ્સની જાહેરાત
- ફ્રિક્શનલેસ એપ્સને કારણે ફેસબુક યુઝર્સનો સમય બચશે
- વધારે ઝડપથી માહિતીનું આદાનપ્રદાન કરી શકાશે ફેસબુક પર

ફેસબુકની આ નવી 60 ફ્રિક્શનલેસ એપ્સ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. જેને ફેસબુક પર શેર કરવા માટે વધારે મહેનત કરવી નહીં પડે. ફ્રિક્શનલેસ એપ્સની ખાસિયત એ છે કે યુઝર્સને એપ્સમાં સામેલ માહિતીને ફેસબુક સાથે આદાનપ્રદાન કરવા માટે કોઇ વધારે મહેનત નહીં કરવી પડે. તમારે માત્ર એપ્સને મંજૂરી આપવાની રહેશે અને એપ્સ પોતે ફેસબુક પર સૂચનાઓનું આદાનપ્રદાન કરશે.

ફેસબુકના યુઝર અગાઉ પણ આ રીતે એપ્સના માધ્યમથી પોતાની માહિતી કે સૂચનાને વહેંચી શકતા હતા પણ તે માટે ફેસબુકની પણ મંજૂરી જરૂરી હતી.. ફેસબુકની નવી જાહેરાત પછી મળનારી આ ફ્રિક્શનલેસ એપ્સને કારણે માહિતીના આદાનપ્રદાન માટે સમય નહીં વેડફાય. આ ઉપરાંત યુઝરને ફેસબુક પર દરેક ડેટા અથવા એક્શન માટે મંજૂરી આપવાની જરૂર પણ નહીં પડે.
-By DB

Comments