રિલાયન્સે લોન્ચ કરી 3G ટેબ્લેટની નવી આવૃત્તિ, કિંમત રૂ. 14,499

રિલાયન્સ કમ્યુનિકેન્સે દેશમાં અપગ્રેડ કરેલું 3G ટેબ લોન્ચ કર્યું છે. તેનું પ્રોસેસર વધારે ઝડપી છે, સ્ક્રીન રીઝોલ્યૂશન તથા વીડિયો કોલિંગ વધારે સારું છે અને તે ટૂંક સમયમાં રૂ. ૧૪,૪૯૯ની કિંમતે વેચાણમાં મૂકાશે.
તમામ નવા રિલાયન્સ 3G ટેબ એન્ડ્રોઈડ 2.3, 1.4 GHz પ્રોસેસર, ૭-ઈંચના ડિસ્પ્લે સાથે અને 512MB રેમ સાથે ઉપલબ્ધ થશે.

આ ટેબ્લેટમાં 3MP રીઅર કેમેરા, ફ્રન્ટ કેમેરા અને 3G સપોર્ટ પણ છે.
કંપનીનો દાવો છે કે તે દરેક ટેબ્લેટની ખરીદી પર રૂ. ૬,૨૫૦ની કિંમતના મફત લાભો આપે છે. જેમ કે ગ્રાહકોને ત્રણ મહિના સુધી 3GB 3G ડેટા મફત મળશે, ત્રણ મહિના સુધી રિલાયન્સ 3G લોકલ અને એસટીડી માટે મફત વીડિયો કોલિંગ મળશે, ૧૨ મહિના સુધી (પોસ્ટપેઈડ) મફત વોઈસ રેન્ટલ તેની સાથે રૂ. ૨૫૦ની કિંમતના ફ્રી ગ્લોબલ કોલિંગ, મેકેફી મોબાઈલ સિક્યૂરિટી પર એક વર્ષનું લવાજમ, બિગફિક્સ માટે બે મહિનાનું મફત લવાજમ અને એક 4GB માઈક્રો એસડી કાર્ડ મળશે.
 
Source : Chitralekha.com

Comments