યુટ્યૂબ
પર વીડિયો જોવાની તો બધાને ખુબ ગમે છે. પણ યાર આ ઇન્ટરનેટ ની સ્પીડ....તો ખુબ ધીમી
છે , એવું આપણા મોં..માં થી નીકળી જાય છે.
એટલા
માટે કે યુટ્યૂબ પર આખી દુનિયાના પાર વગરના વીડિયોઝ મળી રહે છે. કોઈ પણ વીડિયો ઓપન
કરીને તરત જોવાનું લગભગ શક્ય ન બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડું જોવા મળે, વળી અટકે, વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે
વીડિયો જોવાનું માંડી વાળીએ અથવા એક વિન્ડોમાં આખા વીડિયોનું બફરિંગ ચાલુ
રાખી બીજું કામ પતાવીએ અને પછી - વીડિયો જોવાનો રોમાંચ ઓસરી ગયો હોય
ત્યારે - ફરી એ વીડિયો જોવા તરફ વળીએ.
યુટ્યૂબે
યુઝર રાજી રહે એવો પ્રયાસ કર્યો. ગૂગલ તેની વિવિધ સર્વિસીઝ પહેલાં બીટા સ્વરૂપે રજૂ કરે
છે અને તેમાં અવનવી સુવિધાઓ પહેલાં લેબમાં રજૂ કરે છે. જેમ જીમેઇલમાં નવાં
ફીચર્સ પહેલાં લેબમાં મૂકાય છે એમ યુટ્યૂબ માટે ટેસ્ટટ્યૂબ (http://www.youtube.com/testtube)
નામે એક વિભાગ છે.
અહીં ક્યારેક નજર નાખશો તો યુટ્યૂબમાં તમે ઇચ્છતા હશો એવી સુવિધા ટ્રાય કરવા મળી
જશે.
આવી
જ એક સુવિધા એટલે યુટ્યૂબ ફીધર. યુટ્યૂબે બિલકુલ ધીમું ઇન્ટરનેટ કનેક્શન
ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરી છે. તેમાં વીડિયો ઉપરાંત
જોવા મળતી બીજી સંખ્યાબંધ બાબતો (જેમ કે વીડિયોની ક્રેડિટ્સ, કીવર્ડ્ઝ, રીસ્પોન્સ, અન્ય સંબંધિત વીડિયોઝ, શેરિંગ કે લાઇક્સ માટેનાં બટન વગેરે,
ટૂંકમાં એ બધું જ જે
વીડિયો જોવાના અનુભવને વધુ ને વધુ ધીમો બનાવે છે, તેને) મર્યાદિત કરી દેવામાં આવે છે.
પરિણામે આપણે મનગમતો વીડિયો વધુ ઝડપથી જોઈ શકીએ છીએ! જે લોકો પોતાના
વીડિયો થકી કમાણી કરે છે (અને યુટ્યૂબને પણ કમાણી કરાવે છે) એમને
નુક્સાન ન થાય એની કાળજી પણ યુટ્યૂબે રાખી છે.
તો,
હિન્દી ન્યૂઝ
ચેનલ્સની ભાષામાં કહી તો, કુલ
મિલાકે સ્થિતિ ઐસી હૈ કિ, આપણને
ફક્ત વીડિયો ફટાફટ જોવામાં જ રસ હોય તો, પ્રમાણમાં સારી સ્પીડવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય તો પણ આ સુવિધાનો
લાભ લેવા જેવો છે.
એ
માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta
પર જાઓ અને Join
the "Feather" Beta લિંક
પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે
અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો
ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે, જેમાં આપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો
છો. ફીધર
મોડમાં બધા જ વીડિયો સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એટલે કે સૌથી પ્રાથમિક સ્તરની
ગુણવત્તા)માં જોઈ શકાય છે.
Comments